ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની પહેલી સેમિફાઇનલ મેચ આજે 4 માર્ચ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. આ સેમિફાઇનલમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. આ મેચ બપોરે 2.30 વાગ્યે શરૂ થશે. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી એક પણ મેચ હાર્યું નથી. ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના ગ્રુપ સ્ટેજમાં 3 મેચ રમી હતી અને ત્રણેયમાં જીત મેળવી હતી. હવે તેનું ધ્યાન સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ફાઇનલમાં પ્રવેશવા પર છે. પરંતુ રોહિતની બ્રિગેડ માટે આટલું સરળ નહીં હોય.
છેલ્લા 14 વર્ષમાં ઓસ્ટ્રેલિયા સામે ICC ટુર્નામેન્ટના નોકઆઉટ મેચોમાં ભારતીય ટીમનો રેકોર્ડ ખૂબ જ ખરાબ રહ્યો છે. જ્યારે પણ બંને ટીમો સામસામે આવી છે ત્યારે ભારત હાર્યું છે. આ પહેલા ભારતીય ટીમ 2007 T20 અને 2011 ODI વર્લ્ડ કપ જીતી ચૂકી છે. બંને વખતે ઓસ્ટ્રેલિયા નોકઆઉટ મેચોમાં હાર્યું હતું. જો ભારતીય ટીમ આ વખતે પણ સેમિફાઇનલ જીતી જાય તો તેનું ટાઇટલ પાક્કું થઈ શકે છે.
ભારતીય ટીમ હંમેશા ICC ટુર્નામેન્ટના નોકઆઉટ મેચોમાં ઓસ્ટ્રેલિયા સાથે લગભગ સમાન રહી છે. આ સમયગાળા દરમિયાન બંને ટીમો કુલ 7 વખત એકબીજા સામે ટકરાઈ હતી. જેમાં ભારત 3 વખત જીત્યું હતું. તે ચાર વખત હાર્યો છે. પરંતુ ઓસ્ટ્રેલિયા સામે 2011ના વર્લ્ડ કપ પછી ભારતીય ટીમ ખરાબ સ્થિતિમાં રહી છે.
2011 બાદ જીત્યું નથી ભારત
ભારતીય ટીમે 2011ના વર્લ્ડ કપના ક્વાર્ટર ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને ખરાબ રીતે હરાવ્યું હતું. ત્યારથી ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે કોઈપણ ICC નોકઆઉટ મેચમાં સફળતા મેળવી શકી નથી. 2011ના વર્લ્ડ કપ પછી ઓસ્ટ્રેલિયા સામેનો આગામી મુકાબલો 2015ના વર્લ્ડ કપની સેમિફાઇનલમાં હતો.
ત્યારબાદ બંને ટીમો 2023 વર્લ્ડ કપની ફાઇનલમાં એકબીજાની સામે આવી હતી. 2023માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ પણ રમાઈ હતી. પરંતુ દર વખતે ભારતીય ટીમને કારમી હારનો સામનો કરવો પડ્યો. જોકે આ સમય દરમિયાન ભારતીય ટીમે 2023ના વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાને એક વાર હરાવ્યું છે જે માત્ર એક ગ્રુપ મેચ હતી.
ઓસ્ટ્રેલિયાના સ્ટાર પ્લેયર્સ છે ટીમની બહાર
જોકે આ વખતે ઓસ્ટ્રેલિયન ટીમ નબળી દેખાય છે. આ ટીમના ફાસ્ટ બોલર પેટ કમિન્સ, જોશ હેઝલવુડ, મિશેલ સ્ટાર્ક, મિશેલ માર્શ અને માર્કસ સ્ટોઈનિસ ટીમમાં રમશે નહીં. કમિન્સને પગમાં ઈજા છે અને હેઝલવુડને હિપમાં ઈજા છે. સ્ટાર્ક વ્યક્તિગત કારણોસર બહાર છે જ્યારે માર્શ પણ ઈનજર્ડ છે. બીજી તરફ સ્ટોઇનિસે ટુર્નામેન્ટ પહેલા જ નિવૃત્તિની જાહેરાત કરી હતી.
ICC નોકઆઉટ મેચ માં ભારત Vs ઓસ્ટ્રેલિયા
- કુલ મેચ: 7
- ભારત જીત્યું: 3
- ઓસ્ટ્રેલિયા જીત્યું: 4
ICC નોકઆઉટ રિઝલ્ટ
- 1998 ચેમ્પિયન્સ ટ્રોફી: ભારત 44 રનથી જીત્યું
- 2003 વનડે કપ: ઓસ્ટ્રેલિયા 125 રનથી જીત્યું
- 2007 T20 વર્લ્ડ કપ: ભારત 15 રનથી જીત્યું
- 2011 વનડે વર્લ્ડ કપ: ભારત 5 વિકેટે જીત્યું
- 2015 ODI વર્લ્ડ કપ: ઓસ્ટ્રેલિયા 95 રનથી જીત્યું
- 2023 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ: ઓસ્ટ્રેલિયા 209 રનથી જીત્યું
- 2023 ODI વર્લ્ડ કપ: ઓસ્ટ્રેલિયા 6 વિકેટથી જીત્યું
