ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 3 મેચની ODI શ્રેણીની છેલ્લી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ઇંગ્લેન્ડે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
શુભમન ગિલ અને શ્રેયસ ઐયર ક્રીઝ પર છે. ગિલે પોતાની ODI કરિયરની 7મી સેન્ચુરી ફટકારી છે.
વિરાટ કોહલી 52 રન બનાવીને આઉટ થયો હતો. તેને આદિલ રશીદે વિકેટકીપર ફિલ સોલ્ટના હાથે કેચ આઉટ કરાવ્યો. તેણે સદીની ભાગીદારી તોડી. રોહિત શર્મા એક રન બનાવીને આઉટ થયો હતો. તેને માર્ક વુડે વિકેટકીપર ફિલ સોલ્ટના હાથે કેચ આઉટ કરાવ્યો.
ભારતે શ્રેણીમાં 2-0થી અજેય લીડ મેળવી લીધી છે. આવી સ્થિતિમાં 19 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી ચેમ્પિયન્સ ટ્રોફીને ધ્યાનમાં રાખીને આ મેચ મહત્વપૂર્ણ છે. આમાં કેપ્ટન રોહિત શર્મા તેની પરફેક્ટ ટીમની કોમ્બિનેશનની શોધ કરશે.
બન્ને ટીમની પ્લેઇંગ-11
ભારત (IND): રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઇસ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ.
ઇંગ્લેન્ડ (ENG): જોસ બટલર (કેપ્ટન), બેન ડકેટ, ફિલ સોલ્ટ ( વિકેટકીપર), જો રૂટ, હેરી બ્રુક, ટોમ બેન્ટન, લિયામ લિવિંગસ્ટન, ગસ એટકિન્સન, સાકિબ મહમૂદ, આદિલ રશીદ અને માર્ક વુડ.
