અત્યાર સુધી કોઈ પણ દેશે અંતરિક્ષમાં જવા માટે ડ્રોન માટે કોઈ ટેક્નોલોજી વિકસાવી નથી. તેથી એમ ન કહી શકાય કે આ સ્પેસ ડ્રોન છે. લોકોએ લગભગ 40 મિનિટ સુધી લાઈવ સ્ટ્રીમમાં આ લાઈટ જોઈ હતી. આ પછી લાઇવ ફીડ બંધ કરી દેવામાં આવ્યું હતું.
આ ઘટનાને લઇ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સમાં એક યુઝરે ટ્વીટ કર્યું હતુ જેમાં તેણે લખ્યું હતું કે NASA એ UFO જોયા પછી લાઇવ ફીડ કાપી નાખ્યું. એક કલાક પહેલા નાસાનું લાઈવ સ્ટ્રીમ અચાનક કટ થઈ ગયું હતું. આ ત્યારે થયું જ્યારે એક રહસ્યમય અવકાશયાન કેમેરાની નજરમાં આવ્યું. વીડિયોમાં આ ફૂટેજની સ્પીડ થોડી વધારવામાં આવી છે. જેમાં UFO સમગ્ર સ્ક્રીનને પાર કરીને અંધકારમાં જતું દેખાય છે. યુઝરે સવાલ પૂછ્યો હતો કે અંતરિક્ષમાં ડ્રોન કામ નથી કરતા તો આ શું છે? નાસાએ લાઈવ સ્ટ્રીમિંગ કેમ બંધ કર્યું? શું નાસા કંઈક છુપાવી રહ્યું છે? અથવા તે નથી ઈચ્છતા કે આપણે આ બધું જોઈએ. જીમની આ ટ્વીટને 1.9 મિલિયન વ્યુઝ મળ્યા છે. અને 2 હજારથી વધુ વખત શેર કરવામાં આવી છે.
ગયા વર્ષે નાસાએ શું કહ્યું હતું?
નાસાએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કહ્યું હતું કે તેઓ નથી જાણતા કે UFO અથવા UAP શું છે. પરંતુ તેઓ ચોક્કસપણે જાણે છે કે તેમને બીજી દુનિયા સાથે કોઈ લેવાદેવા નથી. છતાં અમારી પાસે જે પુરાવા છે તે સૂચવે નથી કે UAP પાસે બહારની દુનિયાના જોડાઇ છે. અમે તેમને શોધીશું અને વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરાશે. નાસા અભ્યાસ કરશે કે શું એવી પર્યાવરણીય પરિસ્થિતિઓ છે કે જેમાં UAPs પૃથ્વીની આસપાસ અથવા તેના વાતાવરણમાં બની શકે છે. એ પણ શક્ય છે કે એલિયન અથવા યુએફઓ જોવું એ આપણા એર ટ્રાફિક મેનેજમેન્ટને કારણે આકાશમાં કેટલાક ફેરફારનું પરિણામ હોઈ શકે છે.
નાસાએ વચન આપ્યું છે કે તે આ એલિયન્સ અથવા યુએફઓ માટે વૈજ્ઞાનિક રીતે શોધ કરશે. ટેકનિકલ નિષ્ણાતોની મદદ લેશે. એલિયન્સ અથવા તેમના વાહનોનું નિહાળવું એટલે કે યુએફઓ. હંમેશા ચર્ચા અને વિવાદનો વિષય રહ્યો છે. અમેરિકાએ UFO ને જુદા જુદા નામોથી બોલાવવાનું શરૂ કર્યું છે. આને અજાણી વિષમ ઘટના (UAP – Unidentified Anomalous Phenomena) કહેવામાં આવે છે. ગયા વર્ષે નાસાએ તેમના અભ્યાસ માટે એક ટીમ બનાવી હતી.