IND vs AUS : સિડનીમાં ભારત-ઓસ્ટ્રેલિયાની ટીમનો ગજબ રેકોર્ડ છે. વાસ્તવમાં બોર્ડર ગાવસ્કર ટ્રોફી (BGT) નો રોમાંચ એક અદ્ભુત વળાંક લેવાનો છે. બંને ટીમ સિડનીમાં 3 જાન્યુઆરીથી શ્રેણીની છેલ્લી મેચ રમશે. છેલ્લા કેટલાક સમયથી આ મેદાન પર બંને ટીમો આમને-સામને જોવા મળી રહી છે. ભારત તેના 47 વર્ષના જીતના દુષ્કાળને સમાપ્ત કરવાનો પ્રયાસ કરશે જ્યારે ઑસ્ટ્રેલીયન ટીમ તેનું સન્માન બચાવવા માટે સંઘર્ષ કરશે. આવો જાણીએ આ મેદાન પર કઈ ટીમનો દબદબો જોવા મળી રહ્યો છે.ઓસ્ટ્રેલીયા 2-1થી આગળ
ઓસ્ટ્રેલિયાની ટીમ ટેસ્ટ શ્રેણીમાં 2-1થી આગળ છે. પર્થ બાદ ટીમ ઈન્ડિયા એક પણ મેચ જીતી શકી નથી. આવી સ્થિતિમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની અંતિમ આશા જીવંત રાખવા માટે રોહિત સેનાએ સિડનીમાં કોઈપણ કિંમતે જીત મેળવવી પડશે. પરંતુ આ મેદાન પર ભારતના આંકડા ડરામણા છે. ટીમ ઈન્ડિયા છેલ્લા 47 વર્ષથી સિડનીમાં જીતની રાહ જોઈ રહી છે.
ભારતે છેલ્લે 1978માં સિડનીમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. ભારત ભલે 47 વર્ષથી આ મેદાન પર જીત્યું નથી પરંતુ ઓસ્ટ્રેલિયા હજુ પણ ચિંતિત રહેશે કારણ કે ભારત છેલ્લા 12 વર્ષથી આ મેદાન પર હાર્યું નથી. વર્ષ 2015, 2019 અને 2021માં આ મેદાન પર બંને ટીમો વચ્ચે લડાઈ થઈ હતી પરંતુ મેચ ડ્રો સાબિત થઈ હતી. આવી સ્થિતિમાં આ મેચનો ઉત્સાહ વધુ વધી જાય છે. બંને ટીમો વચ્ચે આ મેદાન પર કુલ 13 મેચ રમાઈ હતી જેમાંથી 5 ઓસ્ટ્રેલિયાના નામે રહી હતી જ્યારે 7 મેચ ડ્રો સાબિત થઈ હતી. ભારતને માત્ર એક જ જીત મળી છે.
હવે જો ટીમ ઈન્ડિયા રાબેતા મુજબ મેચ ડ્રો કરે છે તો તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની રેસમાંથી બહાર થઈ જશે. છેલ્લી મેચમાં ભારતને 184 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરને પણ ટીકાનો સામનો કરવો પડ્યો છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે, ભારતીય ટીમ સિડનીમાં જીતનું ટોનિક લેવામાં સફળ થાય છે કે નહીં.