ગત શનિવારે રાત્રે નીતા મુકેશ અંબાણી કલ્ચર સેન્ટરમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટમાં બોલિવૂડના તમામ સ્ટાર્સે ભાગ લીધો હતો. આ ઈવેન્ટમાં નાની વહુ રાધિકા બ્લેક ડ્રેસમાં અને મોટી વહુ શ્લોકા ઓફ શોલ્ડર ડ્રેસમાં ખૂબ જ ગોર્જિયસ લાગી રહ્યા હતા.
1. NMACC Art Cafe Preview Night
નીતા મુકેશ અંબાણી કલ્ચર સેન્ટરમાં શનિવારે આર્ટ કેફે પ્રિવ્યુ નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બોલિવૂડ સ્ટાર્સ હાજર રહ્યા હતા. દરેક વ્યક્તિએ પોતાની ગ્લેમરસ સ્ટાઈલથી ચાહકોના દિલ જીતી લીધા હતા. પરંતુ અંબાણી પરિવારની મહિલાઓનો લુક ખાસ ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું અને તેમના ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.
2. બ્લેક ફ્લોરલ ડ્રેસ
નીતા અંબાણીની નાની વહુ રાધિકા અંબાણીએ બ્લેક ડ્રેસ પહેર્યો હતો. રાધિકાએ ઈયરિંગ્સ અને રિંગ્સ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. મિડલ પાર્ટેડ હેરસ્ટાઇલ અને મેકઅપ વગરનો દેખાવ તેના પર સારો લાગતો હતો.
3. રાધિકાના મંગલસૂત્ર એ ખેંચ્યું ધ્યાન
રાધિકાના આખા લુકમાં બે બાબતો હાઈલાઈટ થઈ હતી. એક તેનું મંગળસૂત્ર અને બીજું તેની બેગ. રાધિકાએ તેના હાથમાં મંગળસૂત્ર પહેર્યું હતું, જેમાં આર પેન્ડન્ટ પણ હતું. સાથે એક ડિઝાઇનર લાલ બેગ કેરી કરી હતી.
4. શ્લોકાએ પહેર્યો ઓફ શોલ્ડર ડ્રેસ
પરિવારના અન્ય સભ્યોના લુક વિશે વાત કરીએ તો નીતા અંબાણીની મોટી વહુ શ્લોકાએ નારંગી રંગનો ઓફ-શોલ્ડર ડ્રેસ પહેર્યો હતો. આ ડ્રેસમાં તે ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી.
5. ઈશા અને નીતા અંબાણી પણ ગ્લેમરસ લૂકમાં
ઈશા અંબાણી શોર્ટ વન પીસમાં જોવા મળી હતી, તેણે ચમકદાર વન પીસ સાથે હાઈ હીલ્સ પહેરી હતી.નીતા અંબાણીના લુકની વાત કરીએ તો તેણે સફેદ શર્ટ અને બ્લેક પેન્ટ પહેર્યું હતું.
6. ફેમિલી પોઝ
અંબાણી પરિવારની મહિલાઓનો લુક વાયરલ થયો છે. બધાએ એકસાથે પોઝ આપ્યો. એકસાથે બધા ખૂબ ખુશ અને ઉત્સાહિત દેખાતા હતા. આ ઈવેન્ટમાં શાહરૂખ ખાનથી લઈને કેટરીના કૈફ જોવા મળ્યા હતા.