Vadodara News Network

PM મોદી સાથે મુલાકાત બાદ મસ્કનો ફરી ભારતને ઝટકો:ભારતીય ચૂંટણીમાં યુએસ ફંડિગ બંધ કર્યું, અમેરિકાએ ભારતને 1.82 અબજ ડોલરની સહાય બંધ કરી

અમેરિકાની ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર બજેટ કાપ પર કડકાઈથી કામ કરી રહી છે. આ સંદર્ભમાં અમેરિકાએ ભારતને આપવામાં આવનાર કરોડો ડોલરની રકમ પર રોક લગાવી દીધી છે. ઈલોન મસ્કના ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE)એ રવિવારે જાહેરાત કરી કે અમેરિકાએ ભારતમાં મતદાન વધારવા માટે રચાયેલ 21 મિલિયન ડોલરના કાર્યક્રમમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે.

ભારતને આપવામાં આવતી સહાયમાં મોટો કાપ નોંધનીય છે કે અમેરિકા દેશની ચૂંટણીઓમાં મતદારોની ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે ભારતને 1 અબજ 82 કરોડ રૂપિયા (21 મિલિયન ડોલર) આપતું હતું. પરંતુ હવે ભારતને આ ભંડોળ મળશે નહીં.

ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પની ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતના થોડા દિવસો પછી જ આ જાહેરાત કરવામાં આવી છે. આ મુલાકાત દરમિયાન બંને નેતાઓએ અમેરિકા-ભારત સંબંધોને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી.

આ નિર્ણય બાદ ભારતમાં શાસક પક્ષ ભાજપે પણ પ્રતિક્રિયા આપી છે. ભાજપ આઈટી સેલના વડા અમિત માલવિયાએ દાવો કર્યો છે કે આ ભંડોળનો ઉપયોગ ભારતીય ચૂંટણીઓને પ્રભાવિત કરવા માટે કરવામાં આવ્યો હતો. માલવિયાએ કોંગ્રેસ પાર્ટી અને અમેરિકન ઉદ્યોગપતિ જ્યોર્જ સોરોસ પર ચૂંટણીમાં દખલ કરવાનો આરોપ લગાવ્યો છે.

DOGE એ લખ્યું છે કે અમેરિકન કરદાતાઓના પૈસા પર થયેલા આ બધા ખર્ચ રદ કરવામાં આવ્યા છે.

મસ્ક 3 દિવસ પહેલા પીએમ મોદીને મળ્યા હતા

અમેરિકાની મુલાકાતે ગયેલા પીએમ મોદીને ગુરુવાર, 13 ફેબ્રુઆરીના રોજ DOGEના વડા ઈલોન મસ્ક મળ્યા હતા. મસ્ક પીએમને મળવા માટે બ્લેર હાઉસ પહોંચ્યા હતા.

ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર મસ્ક અને મોદીએ ઈનોવેશન, સ્પેસ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તેમજ ભારતીય અને અમેરિકન સંસ્થાઓ વચ્ચે સહયોગને મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી.

પીએમ મોદીએ તેમના X એકાઉન્ટ પર ઈલોન મસ્ક સાથેની મુલાકાતના ફોટા શેર કર્યા. તેમણે લખ્યું, ‘ઈલોન મસ્ક સાથે સરસ મુલાકાત થઈ.’ અમે ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી. આમાં એવા મુદ્દાઓનો સમાવેશ થાય છે જેના વિશે મસ્ક ખૂબ જ ઉત્સાહી છે. જેમ કે અવકાશ, મોબિલિટી, ટેકનોલોજી અને ઈનોવેશન. મેં તેમની સાથે ‘મિનિમમ ગવર્મેન્ટ, મેક્સિમમ ગવર્નસ’ ને પ્રોત્સાહન આપવાના ભારતના પ્રયાસો વિશે વાત કરી.

DOGE સરકારી ખર્ચ ઘટાડવા પર કામ કરી રહ્યું છે

મસ્કનો વિભાગ DOGE પર સરકારી ખર્ચમાં મોટા પાયે ઘટાડો કરવા માટે કામ કરી રહ્યો છે. સીએનએનના અહેવાલ મુજબ, ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રના આ વિભાગે સરકારી ખર્ચમાં ઝડપથી ઘટાડો કરવાનું લક્ષ્ય રાખ્યું છે.

DOGEના નિર્ણયને કારણે વિશ્વના આ દેશોને મળતી આ રકમ હવે બંધ થઈ જશે.

  1. મોઝામ્બિક- 10 મિલિયન ડોલર
  2. પ્રાગ- 32 મિલિયન ડોલર
  3. કંબોડિયા- 2.3 મિલિયન ડોલર
  4. સર્બિયા- 14 મિલિયન ડોલર
  5. લાઇબેરિયા- 1.5 મિલિયન ડોલર
  6. દક્ષિણ આફ્રિકા- 2.5 મિલિયન ડોલર
  7. માલી- 14 મિલિયન ડોલર
  8. દક્ષિણ આફ્રિકા- 2.5 મિલિયન ડોલર
  9. એશિયા- 47 મિલિયન ડોલર
Jay Sharma
Author: Jay Sharma

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

પ્લેન ક્રેશના મૃતકોને શ્રદ્ધાંજલિ:અમદાવાદ વિમાની દુર્ઘટનાનો ભોગ બનેલ આત્માઓની શાંતિ અર્થે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં સંતો અને વિદ્યાર્થીઓની ભગવાન સ્વામી નારાયણને પ્રાર્થના કરી

તમારો અભિપ્રાય

બિહાર વિધાનસભાની ચૂંટણી કઈ પાર્ટી જીતશે ?
  • Add your answer

Copyright 2024 | VadodaraNewsNetwork.com | All Rights Reserved