Vadodara News Network

RTOમાં ધક્કા ખાતા લોકોની આપવીતી:છેલ્લાં બે દિવસથી ટેસ્ટ ટ્રેક બંધ રહેતાં અરજદારોને હાલાકી, 400 અરજદારો ટેસ્ટ ન આપી શક્યા

  • અરજદારોના હોબાળા બાદ ટ્રેક યુદ્ધના ધોરણે શરૃ કરાયો
  • GSWAN કનેક્ટિવિટી અંગે એજન્સી કામ કરે છે – RTO

વડોદરા શહેરના દરજીપુરા ખાતે આવેલ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે છેલ્લાં બે દિવસથી GSWAN કનેક્ટિવિટી વાયર કટ થઇ જતાં એનેક અરજદારોમાં રોષ જોવા મળી રહયો છે. ગત રોજ બપોર બાદ અને આજે સવારથી બપોર સુઘી ટેસ્ટ ટ્રેક પર કામગીરી બંધ રહેતાં અરજદારોમાં રોષ જૉવા મળ્યો હતો. તેઓની માંગ છે કે અવાર નવાર આ સ્થિતી રહે છે. કેટલાંક અરજદારોએ દિવ્ય ભાસ્કરને પોતાની આપવીતી જણાવી હતી.

GSWAN કનેક્ટિવિટી તૂટી જતાં અરજદારો મુશ્કેલીમાં મૂકાયા મહત્ત્વની બાબત છે કે, વડોદરા દરજીપુરા RTO ખાતે ટુ-વ્હીલર માટે કુલ 270 અને ફોર વ્હીલર માટે કુલ 180 જેટલી રોજની એપાર્ટમેન્ટ શિડ્યુલ હોય છે. ગત રોજ બપોર બાદ વીજ કનેક્શન કટ થતાં વીજ પુરવઠો ખોરવાયો હતો, જેના કારણે 50થી વધુ અરજદારોની અપોઈન્ટમેન્ટ રિશિડ્યુલ કરવામાં આવી હતી. જ્યારે આજે ટુ-વ્હીલર માટે 196 અને ફોર વ્હીલર માટે 107 જેટલી એપોઇન્ટમેન્ટ બુક હતી પરંતુ, બપોર સુધી GSWAN કનેક્ટિવિટી વાયર ડ્રેનેજ કામગીરીના કારણે તૂટી જતા અનેક અરજદારો મુશ્કેલીમાં મૂકાયા હતા. જેનાં કારણે કેટલાય અરજદારો કંટાળી પરત જવાનો વારો આવ્યો હતો તો કેટલાંક અરજદારોએ જવાબદાર RTO અધિકારીને પણ રજૂઆત કરી હતી.

RTO કચેરીમાં આવતાં અનેક અરજદારોને હાલાકી પડી રહી છે વડોદરા RTO કચેરીથી આગળ હરણી APS તરફથી દર્જીપુરા તરફ઼ ડ્રેનેજની કામગીરી કરવમાં આવી રહીં છે. જેનાં કારણે અહીંયાં આવતાં અરજદારો અને અધિકારીઓને આવવા જવામાં મુશ્કેલી પડી રહી છે. છેલ્લા અમુક દિવસોથી અહીંયા બનેલા RCC રોડ તોડી અહિયા ડ્રેનેજ નાખવાની કામગીરી કરાઈ રહી છે. ત્યારે લોકોમા ચર્ચા જાગી છે કે, જ્યા રોડ-રસ્તા નથી ત્યાં રોડ-રસ્તા બનતા નથી અને જ્યાં રોડ બનેલો છે ત્યાં તોડીને ત્યાં ગટર લાઈન નાખવામાં આવે છે ત્યારે તેનું સમારકામ પણ જલ્દી થાય એવી લોકોમાં માંગ છે. હાલમા રોજબરોજ RTO કચેરીમાં આવતાં અનેક અરજદારોને હાલાકી પડી રહી છે.

100થી 150 લોકોને સર્વર ઈશ્યુના કારણે પરત જવું પડ્યું ​​​​​​​આ અંગે અરજદાર તેજસ નાયકે જણાવું હતું કે, અત્યારે અહીંયા 100થી 150 લોકો હાજર છે. ગઇકાલે પણ ઘણા લોકો સર્વર ઈશ્યુના કારણે પરત ગયાં હતાં અને આજે પણ અહીંયાં પ્રોબ્લેમ છે. આજે પણ રીએપોઇન્ટમેન્ટ મેળવી અરજદારો આવ્યાં છે પરંતુ, આજે પણ કોઈ કારણોસર ટેસ્ટ આપી શક્યા નથી. એમને કોઈ માહિતી પ્રોપાર આપવામાં આવતી નથી. અહીંયાં આવ્યાં પછી કનેક્ટિવિટી બંધ થઈ છે અને આવતીકાલે ટેસ્ટ લેવાશે તે તેઓ માટે સહેલી બાબત છે પરંતુ, અહિયાં આવતાં લોકો માટે નોકરી, સમય અને નાણાં ખર્ચી અહીંયાં આવે છે ત્યારે ખૂબ જ મુશ્કેલી છે.

કામગીરી બંધનો વીડિયો લેવા જતા કર્મચારીએ ફોન લઈ લીધો ​​​​​​​આ અંગે અન્ય અરજદાર હેમંત પઢિયારે જમાવ્યું કે, હું પાદરા તાલુકામાંથી આવ્યો છું. હું નોકરી પરથી રજા પાડીને આવ્યો છું. અહીંયાં આવ્યાં ત્યારે સર્વર બંધ હોવાની વાત કરે છે. હું મારી દીકરીને લઇને આવ્યો છું. કામગીરી બંધ થતા હોવાનો વીડિયો અરજદારો જાતે બનાવવા ગયાં હતાં તો તેઓનો ફોન અહીંના કર્મચારી દ્વારા લઈ લેવામા આવ્યો અને દંડ થશે એવી વાત કરી જમાં કરી લીધી હતો અને બાદમાં મોબાઈલ પરાત કરાયો હતો.

અમે છોકરાઓ અને કામ છોડીને અહીંયાં આવ્યાં ​​​​​​ વધુ એક અરજદાર મહિલા તૃપ્તિ સોનીએ જણાવ્યું હતું કે, હું પ્રતાપનગરથી આવી છું. અવારનવાર અહીંયાં આ પ્રોબ્લેમ રહે છે. અમે છોકરાઓ અને કામ છોડીને અહીંયાં આવ્યાં છે, આનું કોઈ સોલ્યુશન આવવું જોઈએ.

RTO વિભાગનો સંપર્ક કરીએ તો કોઈ કોલ ઉપાડતું નથી અન્ય મહિલા અરજદાર રશ્મિ સોનીએ જણાવ્યું હતું કે, સવારના વાર અમારે અહીંયા ધક્કા ખાવા પડે છે. આ અંગે અમે જાણકારી માટે RTO વિભાગનો સંપર્ક કરી​​​​​​​ રહ્યા હતા પરંતુ, અહીંયા કોઈ કોલ ઉપાડતું જ નથી. અમે અહીંયાં અઘિકારી સામે પણ અમે કોલ કર્યો પરંતુ, કોઈ કોલ ઉપાડતું નથી.

GSWAN કનેક્ટિવિટી વાયર તૂટી જતાં ત્રણ કલાક ટેસ્ટ ટ્રેક બંધ આ અંગે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી વડોદરા RTO જે. કે. પટેલે જણાવ્યું હતું કે, ગઇકાલે સાંજે 4 વાગ્યા આસપાસ વીજ કનેક્શન કેબલ કપાયું હોવાનાં કારણે ટેસ્ટ ટ્રેક બંધ રહ્યો હતો. જે બાકીના અરજદારો હતા તેઓની તમામને એપોઇન્ટમેન્ટ શિડ્યુલ કરવામાં આવી હતી. જેનો ટેસ્ટ આજે લેવામા આવવાનો હતો પરંતુ, આજે RTO કચેરી બહાર ડ્રેનેજ કામગીરીના કારણે GSWAN કનેક્ટિવિટી વાયર તૂટી જતાં ત્રણ કલાક ટેસ્ટ ટ્રેક બંધ રહ્યો છે.

ટ્રેક શરુ થતાં હાજર લોકો ટેસ્ટ આપી શકે છે વધુમાં જણાવ્યું કે, આ અંગેની જાણ કરતાની સાથે જ તાત્કાલિક કામગીરી શરુ કરવામાં આવી છે. આ અંગે હાલમા ટેસ્ટ ટ્રેક શરૂ કરવામાં આવ્યો છે. આજે જે અરજદારો પરત ગયાં છે, તે તમામ અરજદારોની રિઅપોઈન્ટમેન્ટ કરવામાં આવશે. હાલમાં ટ્રેક શરૂ થતાં ત્યાં હાજર છે તેઓ ટેસ્ટ આપી શકે છે.

Aniket Shah
Author: Aniket Shah

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમારો અભિપ્રાય

દિલ્હી વિધાનસભાની ચૂંટણી કઈ પાર્ટી જીતશે ?
  • Add your answer

Copyright 2024 | VadodaraNewsNetwork.com | All Rights Reserved