Collector office : રાજ્ય સરકાર દ્વારા કલેક્ટર કચેરી હસ્તક મંજૂર જગ્યાઓને લઈ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યા છે. વાસ્તવમાં કલેક્ટર કચેરી હસ્તક ખાલી જગ્યાઓ કરાર આધારિત ભરવા મંજૂરી આપવામાં આવી છે. વિગતો મુજબ આ મંજૂરી મળતા કરાર આધારિત જગ્યાઓ 11 મહિનાના કરાર પર ભરવાની રહેશે. આ સાથે અમુક શરતો સાથે આ જગ્યાઓ ભરવા મંજૂરી આપવામાં આવી છે.
સરકાર દ્વારા રાજ્યની કલેક્ટર કચેરી હસ્તક ખાલી જગ્યાઓ કરાર આધારિત ભરવા મંજૂરી આપવામાં આવી છે. મહત્વનું છે કે કરાર આધારિત જગ્યાઓ 11 મહિનાના કરાર પર ભરવાની રહેશે.
આ સાથે સંવેદનશીલ કામગીરી ન સોંપવી, ગોપનીયતાની બાંહેધરી અને કરાર દર વર્ષે રીન્યુ કરવાની શરતે નિમણુંકની મંજૂરી અપાઈ છે. એક્ઝીક્યુટિવ કામગીરી ન સોંપવા અને લઘુત્તમ વેતન સહીતની શરતો સાથે કરાર આધારીત નિમણૂંક આપવા સરકાર દ્વારા પરિપત્ર કરી મંજૂરી અપાઈ છે.