Vadodara News Network

કોલ્ડપ્લે માટે રેલવેએ 2 સ્પેશિયલ ટ્રેન શરૂ કરવી પડી:મુંબઈથી અમદાવાદ 25-26 જાન્યુઆરીએ દોડશે, સમય-સ્ટોપેજ જાણી લો; ફ્લાઇટનું ભાડું 8 થી 10 હજાર

બ્રિટિશ રોક બેન્ડ કોલ્ડપ્લે તેનાં ગીતો અને સંગીત માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. હાલ પોતાના મ્યુઝિક ઓફ ધ સ્ફીયર્સ વર્લ્ડ ટૂર હેઠળ ભારતમાં પોતાના મ્યુઝિક કોન્સર્ટને લઇને ધૂમ મચાવી રહ્યું છે. એવામાં કોલ્ડપ્લેના મ્યુઝિક શો માટે વધતી ભીડને જોતા પશ્ચિમ રેલવેએ ખાસ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. 25 અને 26 જાન્યુઆરીએ મુંબઈ અને અમદાવાદની વચ્ચે આ ખાસ ટ્રેન ચાલશે. આ 2 દિવસ ફ્લાઇટનું ભાડું 8 થી 10 હજાર હોવાનું જણાઇ રહ્યું છે.

આ ટ્રેન તે લોકો માટે હશે જેઓ આ શોમાં ભાગ લેવા માટે મુસાફરી કરવા માગે છે. રેલવેએ કહ્યું કે આ ટ્રેન શિયાળા દરમિયાન ચાલતી સ્પેશિયલ ટ્રેનોમાં સામેલ છે, પરંતુ તેનો મુખ્ય હેતુ શોની ભીડને સંભાળવાનો છે. આ ટ્રેનો બાંદ્રા ટર્મિનસથી સવારે 6:15 વાગ્યે ઊપડશે અને 25 જાન્યુઆરીએ બપોરે 2 વાગ્યે અને 26 જાન્યુઆરીએ બપોરે 1 વાગ્યે અમદાવાદ પહોંચશે. જ્યારે અમદાવાદથી આ ટ્રેનો બપોરે 1:40 વાગ્યે ઊપડશે અને બાંદ્રા ટર્મિનસ રાત્રે 8:40 વાગ્યે પહોંચશે.

કોલ્ડપ્લે કોન્સર્ટ માટે રેલવેની પહેલ બીજી ટ્રેન અમદાવાદથી 27 જાન્યુઆરીએ રાતે 12:50 વાગ્યે ઊપડશે અને સવારે 8:30 વાગ્યે મુંબઈ પહોંચશે. આ ટ્રેનો બોરિવલી, વાપી, ઉધના, સુરત, ભરૂચ, વડોદરા સ્ટેશન પર પણ ઊભી રહેશે. આ સાથે અધિકારીઓએ જણાવ્યું કે કોલ્ડપ્લેના મ્યુઝિક કોન્સર્ટને કારણે મુંબઈ અને અમદાવાદ વચ્ચેની એર ટિકિટના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. આ સિવાય ટ્રેનો પણ સંપૂર્ણ રીતે ભરેલી છે. તેમનું કહેવું છે કે આ બે વિશેષ ટ્રેનો પણ ભીડને સંપૂર્ણપણે ઓછી કરી શકશે નહીં.

આ સ્ટેશનો પર ટ્રેન ઊભી રહેશે

  1. બોરિવલી
  2. વાપી
  3. ઉધના
  4. સુરત
  5. ભરૂચ
  6. વડોદરા

ફ્લાઇટનું ભાડું 8થી 10 હજાર રૂપિયા વધી ગયું અધિકારીઓએ જણાવ્યું કે કોલ્ડપ્લેના કોન્સર્ટને કારણે મુંબઈ અને ગુજરાતના સૌથી મોટા શહેર વચ્ચેના હવાઈ ભાડામાં અધધ વધારો થયો છે. 25 અને 26 જાન્યુઆરીએ ફ્લાઇટનું ભાડું 8 થી 10 હજાર હોવાનું જણાય છે. આ અધિકારીઓએ કહ્યું કે જો કોલ્ડપ્લેની લોકપ્રિયતા અને ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન રેલવેના અગાઉના અનુભવને ધ્યાનમાં લેવામાં આવે તો આ બે વિન્ટર સ્પેશિયલ ટ્રેનો પણ પૂરતી નહીં હોય. આ ઉપરાંત નવી મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં 18, 19 અને 21 જાન્યુઆરીએ યોજાનાર કોલ્ડપ્લે કાર્યક્રમ માટે, રેલવેએ ઉપનગરીય લોકલ ટ્રેનો બુક કરી છે, જે ગોરેગાંવ અને નેરુલ સ્ટેશનો વચ્ચે દોડશે. આ ટ્રેનો ફક્ત ઇવેન્ટમાં ભાગ લેનારા લોકો માટે છે.

Jay Sharma
Author: Jay Sharma

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમારો અભિપ્રાય

બિહાર વિધાનસભાની ચૂંટણી કઈ પાર્ટી જીતશે ?
  • Add your answer

Copyright 2024 | VadodaraNewsNetwork.com | All Rights Reserved