Vadodara News Network

શિલ્પા શેટ્ટી-રાજ કુંદ્રાના ઘરે દરોડા:પોર્નોગ્રાફી નેટવર્ક કેસમાં EDની કાર્યવાહી, મુંબઈ-ઉત્તરપ્રદેશનાં 15 સ્થળે સર્ચ-ઓપરેશન

પોર્નોગ્રાફી નેટવર્ક કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા અને અન્ય લોકોનાં ઘર અને ઓફિસો પર દરોડા પાડ્યા છે. ED દ્વારા કેસ નોંધ્યા બાદ હવે ઘર અને ઓફિસોની તપાસ કરવામાં આવી રહી છે. મુંબઈ અને ઉત્તરપ્રદેશનાં લગભગ 15 સ્થળે તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ મોબાઈલ એપ્લિકેશન અને અન્ય માધ્યમો દ્વારા અશ્લીલ સામગ્રીના કથિત વિતરણમાં શકમંદોની ભૂમિકા સાથે સંબંધિત છે.

શું છે સમગ્ર મામલો? ​​​​​​રાજ કુંદ્રાની જૂન 2021માં ‘અશ્લીલ’ ફિલ્મો બનાવવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. ફેબ્રુઆરી 2021માં પોર્નોગ્રાફિક કન્ટેન્ટ બનાવવા અને એને એપ પર પ્રકાશિત કરવાના આરોપમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં રાજ કુંદ્રાને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો હતો. રાજને 20 જુલાઈ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. બે મહિના જેલમાં વિતાવ્યા બાદ સપ્ટેમ્બર 2021થી જામીન પર છે.

રાજે પોર્ન કંપનીમાં 10 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું મુંબઈ ક્રાઇમ બ્રાંચના મતે રાજ વિરુદ્ધ ફેબ્રુઆરી 2021માં કેસ કરવામાં આવ્યો હતો. રાજે પોર્ન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 8-10 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. રાજ તથા બ્રિટનમાં રહેતા તેના ભાઈએ કેનરિન નામની કંપની બનાવી હતી. ભારતમાં વીડિયો શૂટ કરીને વી ટ્રાન્સફર (આ એક ફાઇલ ટ્રાન્સફર સર્વિસ)ના માધ્યમથી કેનરિનને મોકલવામાં આવતો હતો. રાજે આ કંપની બનાવી હતી અને વિદેશમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જેથી ભારતના સાયબર લૉથી બચી શકાય.

આ કેસમાં શિલ્પા શેટ્ટીનું નામ ન ખેંચો: પ્રશાંત પાટીલ પોર્નોગ્રાફી કેસમાં શુક્રવારે સવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટીના ઘર પર દરોડા પાડવામાં આવ્યા હોવાના અહેવાલ હતા, જોકે હવે શિલ્પા શેટ્ટીના વકીલ પ્રશાંત પાટીલે કહ્યું હતું કે અભિનેત્રીનું નામ આ કેસમાં ન ખેંચવું જોઈએ.

પ્રશાંત પાટીલે એક નિવેદનમાં કહ્યું હતું કે મીડિયામાં એવા અહેવાલો છે કે મારા ક્લાયન્ટ શ્રીમતી શિલ્પા શેટ્ટી કુન્દ્રાના ઘર પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. આ સમાચાર ગેરમાર્ગે દોરનારા અને ભ્રામક છે. તેને આ કેસ સાથે કોઈ લેવાદેવા નથી. જોકે આ મામલો રાજ કુન્દ્રા સામે ચાલી રહેલા કેસ સાથે જોડાયેલો છે, પરંતુ એ સત્ય બહાર લાવવામાં પોલીસને સહકાર આપી રહ્યો છે. અમે મીડિયાને વિનંતી કરીએ છીએ કે આ કેસમાં શિલ્પા શેટ્ટીનું નામ, ફોટો કે વીડિયોનો ઉપયોગ ન કરે, કારણ કે તેને આ કેસ સાથે કોઈ લેવાદેવા નથી.

પોલીસ રાજ કુંદ્રા સુધી કેવી રીતે પહોંચી?

  • ફેબ્રુઆરી 2021માં પોલીસે મડ આઇલેન્ડ પર દરોડા પાડ્યા અને પોર્ન રેકેટનો પર્દાફાશ કર્યો. આ કેસમાં ટીવી એક્ટ્રેસ ગેહાના વશિષ્ઠનું નામ સામે આવ્યું છે. રાજ કુંદ્રાની કંપની વિહાન એન્ટરપ્રાઇઝમાં કામ કરતા ઉમેશ કામત વિશે પોલીસને ગેહના પાસેથી જાણ થઈ હતી.
  • ઉમેશ તમામ વીડિયો રાજ કુંદ્રાના લંડનસ્થિત સાળા પ્રદીપ બક્ષીને શેરિંગ એપ્લિકેશન દ્વારા મોકલતો હતો. પ્રદીપ કેનરિન કંપનીની એપ પર તમામ વીડિયો અપલોડ કરતો હતો. ઉમેશ રાજની ઓફિસમાંથી જ આ ટ્રાન્સફર કરાવતો હતો.
  • ચાર્જશીટ મુજબ ઉમેશના મોબાઈલમાંથી ‘હોટશોટ’ એપનું એકાઉન્ટ અને ‘હોટશોટ’ ટેકન ડાઉન નામનાં બે વ્હોટ્સએપ ગ્રુપ મળ્યાં હતાં. આ બંને જૂથના સંચાલક પણ રાજ હતા.
  • ‘હોટશોટ’ અને ‘બોલી ફેમ’ એપના કન્ટેન્ટ પર કામ કરતા લોકોને પેમેન્ટ, ગૂગલ અને એપલ તરફથી પેમેન્ટ, રાજ અને તેની કંપનીના આઈટી હેડ રેયાન થર્પ, ઉમેશ, પ્રદીપ બક્ષી અને અન્ય કર્મચારીઓ વચ્ચે વ્હોટ્સએપમાં ચેટ થઈ હતી. જૂથ મેલ મોકલવામાં આવ્યા હતા. આવકની વિગતો વગેરેનો સંગ્રહ કરવામાં આવ્યો હતો.
  • આ બધું મેળવ્યા બાદ ખબર પડી કે રાજ આ સમગ્ર રેકેટનો માસ્ટરમાઈન્ડ છે, તે પ્રદીપ બક્ષી મારફત અશ્લીલ વીડિયો અપલોડ કરતો હતો અને એના બદલામાં પૈસા કમાઈ લેતો હતો.
  • શર્લિન, પૂનમ પાંડે પણ આરોપી હતાં.

જુલાઈ 2021માં આ કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી હતી

  • IPC કલમ 292, 296 – અશ્લીલ કન્ટેન્ટ બનાવવું અને વેચવું
  • કલમ 420 – વિશ્વાસઘાત, છેતરપિંડી
  • ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની કલમ 67, 67(A) – ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં અશ્લીલ સામગ્રી પોસ્ટ કરવી અને એનું પ્રસારણ કરવું
  • મહિલાઓનું અશિષ્ટ પ્રતિનિધિત્વ (પ્રતિબંધ) અધિનિયમ, કલમ 2 (જી) 3, 4, 6, 7 – મહિલાઓને લગતી અશ્લીલ ફિલ્મો બનાવવી, વેચવી અને એનું પ્રસારણ કરવું.

શું ભારતમાં પોર્ન જોવું પણ ગેરકાયદે છે?

  • ના. ભારતમાં એકાંતમાં પોર્ન કન્ટેન્ટ જોવું ગેરકાયદે નથી. સુપ્રીમ કોર્ટે જુલાઈ 2015માં એમ જરૂર કહ્યું હતું કે એ કોઈ એડલ્ટ વ્યક્તિને એકલામાં પોતાના રૂમમાં બેસીને પોર્ન જોવાથી રોકી ન શકે. આ તેની સ્વતંત્રતાનો મુદ્દો છે. એનો અર્થ એ નથી કે બધું ચાલશે. આઈટી એક્ટમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફી જોવી, શેર કરવા પર પ્રતિબંધ છે. આ ગેરકાયદે છે.

શું ભારતમાં કાયદો પોર્નોગ્રાફી અને ઈરોટિક કન્ટેન્ટ વચ્ચે તફાવત કરે છે?

  • ના. વાસ્તવમાં આ મામલે સમગ્ર દુનિયામાં જ કાયદાકીય રીતે કોઈ સ્પષ્ટ પરિભાષા નથી. આ એક આર્ટિસ્ટિક નેરેટિવ છે, જે ઈરોટિકના પક્ષમાં રહે છે. આપણે ત્યાં આ પ્રકારનાં કન્ટેન્ટને અશ્લીલ સામગ્રી કહે છે. એમાં ભદ્દી, ઈરોટિક તમામ પ્રકારનાં કન્ટેન્ટ આવે છે. એના માટે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ 2000, ઈન્ડિયન પીનલ કોડ (આઈપીસી) અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યૂઅલ ઓફેન્સિસ (પોક્સો) એક્ટ 2012માં સજા નક્કી કરવામાં આવી છે.
  • દિલ્હીના સિનિયર એડવોકેટ વિકાસ પાહવાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે પોર્નોગ્રાફીની વ્યાખ્યા ઈન્ડિયન પીનલ કોડમાં નથી. કુંદ્રા પર જે આરોપો લાગ્યા છે એ મુખ્યત્વે IT એક્ટના સેક્શન 67 અને સેક્શન 67A અંતર્ગત છે. જો કોર્ટ સ્વીકારે કે જે કન્ટેન્ટ કુંદ્રા બનાવી રહ્યા હતા એ પોર્ન છે તો તેમને 5થી 7 વર્ષની સજા થઈ શકે છે.

અશ્લીલ કન્ટેન્ટ અંગે ભારતમાં કાયદો શું કહે છે?

  • ઈન્ડિયન પીનલ કોડ (IPC)ના સેક્શન 292માં ઉત્તેજક સામગ્રીને અશ્લીલ કહેવાઈ છે. આ સેક્શન કહે છે કે અશ્લીલ સામગ્રી દ્વારા કોઈ લાભ કમાવવાની કોશિશ કરે છે તો તેને સજા આપી શકાય છે. સેક્શન 293માં એવું કહેવામાં આવ્યું છે કે 20 વર્ષથી ઓછી વયના લોકોને આ કન્ટેન્ટ ન વેચી શકાય કે ન તેમને બતાવી શકાય.
  • ઈન્ડિસન્ટ રિપ્રેઝન્ટેશન ઓફ વુમન (પ્રોહિબિશન) એક્ટ 1986માં મહિલાઓને કોઈપણ રીતે અશિષ્ટતા સાથે રજૂ કરવા અંગેની સામગ્રી પ્રતિબંધિત છે. એમાં આ પ્રકારની સામગ્રીના પ્રકાશન, એરેન્જમેન્ટ કે ટ્રાન્સમિશન પર પ્રતિબંધ લગાવાયો છે. 2012થી આ કાયદામાં એક એમેન્ડમેન્ટ પેન્ડિંગ છે, જેમાં ઈન્ટરનેટ, કેબલ ટીવી અથવા સેટેલાઈટ આધારિત કોમ્યુનિકેશન દ્વારા આ પ્રકારનાં કન્ટેન્ટના ટ્રાન્સફર પર પ્રતિબંધ લગાવાયો છે.
  • ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની સેક્શન 67માં અશ્લીલ સામગ્રીના ઈલેક્ટ્રોનિક્સ ફોર્મમાં પ્રકાશન અને ટ્રાન્સમિશન પર પ્રતિબંધ છે. આ સેક્શન કહે છે કે ઉલ્લંઘન કરનારાને વધુમાં વધુ 3 વર્ષની સજા થઈ શકે છે. એના પર 5 લાખ રૂપિયા સુધીનો દંડ પણ લાગી શકે છે.
  • IT એક્ટના સેક્શન 67A એ લોકો પર લાગુ થાય છે, જ્યાં સેક્સ્યૂઅલી ઉત્તેજિત કરનારી હરકતો કરવામાં આવે છે. ભલે એમાં સીધા જ સેક્સને ન દર્શાવાયું હોય, વીડિયોમાં યુવક કે યુવતીનાં વસ્ત્રો ઉતારવા જેવાં દૃશ્યો પણ અશ્લીલ કન્ટેન્ટની કેટેગરીમાં રખાયાં છે. એમાં મહત્તમ પાંચ વર્ષની જેલ અને 10 લાખ રૂપિયા સુધીની સજાની જોગવાઈ છે.
Aniket Shah
Author: Aniket Shah

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમારો અભિપ્રાય

દિલ્હી વિધાનસભાની ચૂંટણી કઈ પાર્ટી જીતશે ?
  • Add your answer

Copyright 2024 | VadodaraNewsNetwork.com | All Rights Reserved