ઉત્તરપ્રદેશમાં ઘણી વાર અજીબો ગરીબ કિસ્સાઓ બનતા રહેતા હોય છે ત્યારે એક કિસ્સો સહારનપુરનો સામે આવ્યો છે જેમાં સુહાગરાત પર દુલ્હનની ડિમાન્ડ સાંભળીને દુલ્હાના પગ નીચેથી જમીન સરકી ગઈ અને અને તેણે આ વાત તેના પરિવારને કરતાં મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો. પતિએ પત્ની સાથે રહેવાની ના પાડી દેતા હાલ સમજાવટના પ્રયાસો ચાલી રહ્યા છે ત્યારે દુલ્હન લુધિયાણાની હોવાનું માલૂમ થયું છે.
જે મામલો સામે આવ્યો છે તેમ પતિએ જણાવ્યું કે તેની પત્નીએ સુહાગરાતના દિવસે ‘મુંહ દિખાઈ’ રિવાજમાં તેની પાસે બીયરની માંગણી કરી, એટલું જ નહીં બીયર સાથે ગાંજો પણ માંગ્યો, આટલેથી ના અટકતા તેણે બકરાનું માંસ પણ માંગ્યું જે સાંભળીને પતિ હેરાન થઈ ગયો અને ગાહરમાં વિવાદ થયા બાદ મામલો પોલીસમાં ગયો. અને પોલીસ બંને પક્ષે સમજાવટ કરવાના પ્રયાસો કર્યા.
બંને પક્ષે આરોપ
પોલીસ સ્ટેશનમાં બંને પક્ષે એકબીજા પર આક્ષેપો કર્યા, જેમાં દુલ્હનના પરિવારે કહ્યું કે પત્ની કોઈ ડિમાન્ડ કરે એ માત્ર પતિ-પત્ની વચ્ચેની વાત છે તેમ પરિવારે માથું મરવું જોઈએ નહીં. તો પતિ એ કહ્યું કે બીર, ગાંજો અને નોન વેજનું સેવન કરતી મહિલા સાથે તે રહેવા માંગતો નથી. જો કે પોલીસ સ્ટેશનમાં એવો પણ આરોપ લગાવ્યો છોકરી પર કે સ્ત્રી નથી પણ થર્ડ જેન્ડર છે. જો કે ભારે સમજાવટ પછી મામલો થાળે પડતાં સબંધીઓની સમજાવટથી બંને જણા જાતે મામલો પતાવીને ઘર પરત ફર્યા હતા.