કચ્છ: ગુજરાતના કચ્છ જિલ્લાના ખાવડા વિસ્તારમાં શુક્રવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. રિન્યુએબલ એનર્જી પાર્ક નજીક બે વાહનો વચ્ચે થયેલી ટક્કરમાં સાત લોકોનાં મોત થયાં હોવાના અહેવાલ છે, જ્યારે 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
પ્રાથમિક અહેવાલો અનુસાર, અકસ્માતમાં શ્રમિકો મુસાફરી કરી રહ્યા હતા. ટક્કર એટલી ગંભીર હતી કે ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટનાએ કામદારોની સુરક્ષા અને ઔદ્યોગિક વિસ્તારોમાં વાહનવ્યવહારની સલામતી અંગે ફરી પ્રશ્નો ઊભા કર્યા છે. જોકે, અકસ્માતનું ચોક્કસ કારણ અને જવાબદારી અંગે અંતિમ નિષ્કર્ષ તપાસ પૂર્ણ થયા બાદ જ સામે આવશે.
અકસાન્તમાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ અને ઈજાગ્રસ્તોની સ્થિતિ અંગે વધુ સત્તાવાર વિગતોની રાહ જોવાઈ રહી છે. VNN વાચકોને અપીલ કરે છે કે ચકાસણી વગરના વીડિયો કે નામો સોશિયલ મીડિયા પર શેર ન કરે.














