Vadodara News Network

બંગાળને TMCની ‘મમતા’ પૂરી, મોદીમય બન્યું:મમતાને હજુ આશા, કહ્યું- અમે જ જીતીશું, દીદીના ઘરની બહાર જય શ્રીરામના નારા; આસનસોલમાં TMC ઓફિસમાં તોડફોડ

બંગાળની 293 બેઠકો પર મતોની ગણતરી ચાલુ છે. ફાલ્ટાની એક બેઠક પર 21 મેના રોજ ફરી મતદાન થશે. પ્રારંભિક વલણોમાં ભાજપને બહુમતી મળી છે.

ભાજપ 198 અને ટીએમસી 88 બેઠકો પર આગળ ચાલી રહી છે. અત્યાર સુધી ભાજપને 45%, ટીએમસીને 42% વોટ મળતા દેખાઈ રહ્યા છે.

ભવાનીપુર બેઠક પર મમતા બેનર્જી આગળ છે. સુવેન્દુ અધિકારી પાછળ ચાલી રહ્યા છે. મોદીએ જ્યાં ઝાલમુરી ખાધી હતી તે વિસ્તારમાં ભાજપ ચારેય બેઠકો પર આગળ છે. આ બેઠકો ઝાડગ્રામ, બિનપુર, ગોપીવલ્લભપુર અને નયાગ્રામ છે.

બંગાળમાં ભાજપ જીત તરફ, ગુજરાતમાં ઝાલમુરીની પાર્ટી

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રારંભિક વલણોમાં ભારતીય જનતા પાર્ટી બહુમતી તરફ આગળ વધતા તેની અસર દક્ષિણ ગુજરાતના નવસારીમાં પણ જોવા મળી. નવસારીમાં વસતા બંગાળી સમાજના લોકો અને સ્થાનિક શ્રમિકોએ ભાજપના પ્રદર્શનને પરંપરાગત વાનગીઓ વહેંચીને વધાવી લીધું.

ભાજપને આ વખતે 6% વધુ મત, 82 બેઠકો વધતી દેખાઈ રહી છે

2021ની સરખામણીમાં આ વખતે ભાજપનો વોટ શેર લગભગ 6% વધુ દેખાઈ રહ્યો છે. ચૂંટણી પંચ મુજબ, અત્યારે ભાજપને લગભગ 45% મત મળ્યા છે અને પાર્ટી ગત વખત કરતાં 82 બેઠકો વધુ મેળવી રહી છે.

ભાજપ કાર્યકર્તાઓના જશ્નની 3 તસવીરો…

પશ્ચિમ બંગાળના સિલિગુડીમાં ભાજપના કાર્યકરોએ ગુલાલ લગાવીને ઉજવણી કરી.
પશ્ચિમ બંગાળના સિલિગુડીમાં ભાજપના કાર્યકરોએ ગુલાલ લગાવીને ઉજવણી કરી.
દિલ્હીમાં ભાજપના હેડક્વાર્ટર ખાતે બેન્ડ-બાજા સાથે ઉજવણી કરવામાં આવી રહી છે.
દિલ્હીમાં ભાજપના હેડક્વાર્ટર ખાતે બેન્ડ-બાજા સાથે ઉજવણી કરવામાં આવી રહી છે.
કોલકાતામાં ભાજપ કાર્યાલય બહાર કાર્યકર કમળનું ફૂલ લઈને પહોંચ્યો અને મીઠાઈ વહેંચી.
કોલકાતામાં ભાજપ કાર્યાલય બહાર કાર્યકર કમળનું ફૂલ લઈને પહોંચ્યો અને મીઠાઈ વહેંચી.

Aniket Shah
Author: Aniket Shah

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમારો અભિપ્રાય

વડોદરા કોર્પોરેશનની ચૂંટણી કયો પક્ષ જીતશે ?
  • Add your answer

Copyright 2024 | VadodaraNewsNetwork.com | All Rights Reserved