Vadodara News Network

30મીએ વળતર જાહેર કરાશે:હરણી બોટ દુર્ઘટનામાં છેલ્લી હિયરિંગ યોજાઈ

હરણી બોટ દુર્ઘટનામાં 27 જાન્યુઆરીએ એસડીએમ કચેરીમાં છેલ્લી હિયરિંગ યોજાઈ હતી. જેમાં ધારાશાસ્ત્રી હિતેશ ગુપ્તા અને પીડિતો દ્વારા ન્યૂ સનરાઈઝ સ્કૂલના સંચાલકોએ બોગસ પુરાવા રજૂ કર્યા હોવાથી તેની તપાસ થાય તે માટે મૃતક શિક્ષિકાઓના પતિ અને પુત્રે 2 સોગંદનામાં રજૂ કર્યાં હતાં. જ્યારે દુર્ઘટનામાં કેટલું વળતર ચૂકવાશે તે 30 જાન્યુઆરીએ એસડીએમ દ્વારા જાહેર કરવામાં આવશે.

ધારાશાસ્ત્રી હિતેશ ગુપ્તાએ જણાવ્યું કે, સુનાવણી દરમિયાન અમે એક અરજી આપી છે. જેમાં જણાવ્યું છે કે, કોર્ટમાં કાયદાકીય પ્રક્રિયામાં બનાવટી ડોક્યૂમેન્ટ પુરાવા તરીકે ઊભા કરવા તે પણ ગુનો બને છે. જેમાં પણ તપાસના આદેશ થાય, તેવી અરજી નાયબ કલેક્ટરને કરવામાં આવી છે. જ્યારે સ્કૂલ સંચાલકો દ્વારા પણ સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, મૃતક શિક્ષિકાઓને જે પગાર ચૂકવવામાં આવતો હતો તેનો જ પુરાવો રજૂ કર્યો છે. ઉલ્લેખનિય છે કે, દુર્ઘટનાના હિયરિંગ સમયે ન્યૂ સનરાઈઝ સ્કૂલના સંચાલકોએ બે મૃતક શિક્ષિકા છાયાબેન સુરતી અને ફાલ્ગુનીબેન પટેલના પગાર-પીએફને લગતા ડોક્યૂમેન્ટ રજૂ કરાયાં હતાં. બંનેને યોગ્ય વળતર ન મળે તેવા બદઈરાદે અને છેતરપિંડીના હેતુથી મૃતકોની ખોટી સહી સાથેનો બનાવટી દસ્તાવેજ નાયબ કલેક્ટર કચેરીમાં રજૂ કરવા મુદ્દે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતી અરજી દાખલ કરાઈ હતી.

Jay Sharma
Author: Jay Sharma

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

પ્લેન ક્રેશના મૃતકોને શ્રદ્ધાંજલિ:અમદાવાદ વિમાની દુર્ઘટનાનો ભોગ બનેલ આત્માઓની શાંતિ અર્થે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં સંતો અને વિદ્યાર્થીઓની ભગવાન સ્વામી નારાયણને પ્રાર્થના કરી

તમારો અભિપ્રાય

બિહાર વિધાનસભાની ચૂંટણી કઈ પાર્ટી જીતશે ?
  • Add your answer

Copyright 2024 | VadodaraNewsNetwork.com | All Rights Reserved