Vadodara News Network

ગુજરાતમાં 1 વર્ષમાં 648 બાળકી સાથે દુષ્કર્મ!:શાળામાં ભણતી, આંગણામાં રમતી બાળકીઓ નિશાન બની, પરિવાર પર શું વીતી હશે? વિચારો…

રાજ્યમાં ગેંગરેપ અને દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે. રોજબરોજ આવી ઘટનાઓ પીડિતા સાથે પરિવારનું જીવન પણ દુ:ખદાયી કરી દે છે. અહીં વાંચો એક વર્ષમાં બનેલી દુષ્કર્મની કેટલીક ઘટનાઓ રાજ્યમાં ગેંગરેપ અને દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે. રોજબરોજ આવી ઘટનાઓ પીડિતા સાથે પરિવારનું જીવન પણ દુ:ખદાયી કરી દે છે. અહીં વાંચો એક વર્ષમાં બનેલી દુષ્કર્મની કેટલીક ઘટનાઓ વિશે જે તમારા રુંવાટાં ઊભા કરી..

12 જાન્યુઆરી – દાહોદથી હળવદ વચ્ચેના 362 કિમીના માર્ગમાં મધ્યપ્રદેશની મહિલાને 4 વખત પીંખી

16 જાન્યુઆરી – પોલીસકર્મીએ યુવતીને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું

21 જાન્યુઆરી – સાવરકુંડલામાં મધરાતે આશ્રમમાં ઘુસી યુવકે સાધ્વી પર દુષ્કર્મ આચર્યું

31 જાન્યુઆરી – સુરતમાં 5 સંતાનોના પિતાએ 15 વર્ષીય તરૂણી પર રેપ કરી ગર્ભવતી બનાવી દેતા ગુનો દાખલ

2 ફેબ્રુઆરી – પાલનપુરમાં ખાનગી હોસ્પિટલના તબીબે યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું

2 ફેબ્રુઆરી – સુરતમાં વેડ રોડ પર 4 વર્ષીય બાળકીને ચોકલેટની લાલચ આપીને 29 વર્ષીય અંકિતે રેપ કર્યો

3 ફેબ્રુઆરી – સુરતમાં રત્નકલાકારે લગ્નની લાલચ આપીને બીજે સગાઈ કરી લેતાં રેપની ફરિયાદ

9 ફેબ્રુઆરી – મોટા ઉજળામાં પરપ્રાંતિય સગીરા પર બે શખ્સે વારાફરતી દુષ્કર્મ આચર્યું

10 ફેબ્રુઆરી – ભાવનગરમાં રંઘોળા, ઉંડવીના બે શખ્સોએ દલિત મહિલા સાથે દુષ્કર્મ આચર્યું

10 ફેબ્રુઆરી – સુરતમાં 14 વર્ષની તરૂણીને પ્રેમજાલમાં ફસાવી રિક્ષાચાલકે દુષ્કર્મ કર્યું

11 ફેબ્રુઆરી – સુરતમાં ઉત્રાણમાં શ્રમજીવીએ પાડોશીની 12 વર્ષની દીકરી પર બળાત્કાર ગુજાર્યો

20 ફેબ્રુઆરી – દામનગરમાં ઘરમાં ઘુસી સગીરા પર દુષ્કર્મ આચર્યું

21 ફેબ્રુઆરી – સુરતમાં ગોડાદરામાં 9 વર્ષની બાળકી પર બે તરૂણોએ ગેંગરેપ કર્યોં

22 ફેબ્રુઆરી -અમરેલીમાં જુના વાઘણીયામાં ઘરમાં ઘુસી વૃદ્ધા પર દુષ્કર્મ આચર્યું

24 ફેબ્રુઆરી – અમરોલીમાં 6 વર્ષની બાળકી સાથે સગા નાનાએ અડપલાં કર્યા, માતા સહિત 3 સામે પોક્સો દાખલ

24 ફેબ્રુઆરી – ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કરી અપહરણ બાદ સગીરા પર દુષ્કર્મ

25 ફેબ્રુઆરી -અમરેલીમાં ખાનગી સ્કૂલના શિક્ષકે સગીર છાત્રાને પ્રેમજાળમાં ફસાવી બે વાર દુષ્કર્મ આચર્યું

28 ફેબ્રુઆરી – ભાવનગર નજીક સિહોર પાસે સગીરનું મંદબુદ્ધિની યુવતિ પર દુષ્કર્મ

14 એપ્રિલ – દમણના બે જણ દ્વારા યુવતી પર ચીખલીમાં દુષ્કર્મ

18 એપ્રિલ – ભાવનગરમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી યુવતી સાથે આરોપીએ દુષ્કર્મ આચર્યું

7 મે – નવસારીના મરોળી પંથકના એક ગામમાં યુવકનું બાળક સાથે દુષ્કર્મ

11 મે – ડીસામાં દૂર બસના ચાલકે દુષ્કર્મ કરતાં છાત્રાએ ઝેર ગટગટાવી હાથની નસ કાપી

13 મે – બગસરા યાર્ડના પૂર્વ ચેરમેનનો પુત્ર 15-15 વર્ષ સુધી યુવતી પર દુષ્કર્મ આચરતો રહ્યો

31 મે – વરસામેડી સીમમાં મહિલા સાથે દુષ્કર્મ કરાતા ફરિયાદ

8 જૂન – ભાવનગરમાં કાકાએ જ ભત્રીજી સાથે દુષ્કર્મ આચરતા ફિટકાર

11 જૂન – ગાંધીધામમાં બાવળોમાં ધકેલીને મહિલા સાથે દુષ્કર્મ આચરાયું

16 જૂન – વડતાલના સ્વામીએ રાજકોટની યુવતી સાથે ખોટા લગ્ન કરી વારંવાર દુષ્કર્મ ગુજાર્યું, હોસ્ટેલ સંચાલકે દવા પીવડાવી ગર્ભપાત કરાવી નાખ્યો

21 જૂન – વારાહીમાં શખ્સે સગીરા પર દુષ્કર્મ આચરી વીડીયો વાયરલ કર્યો

21 જૂન – ભાવનગરમાં લગ્નની લાલચે કોર્પોરેશનના એન્જિનિયરનું મહિલા સાથે દુષ્કર્મ

5 જુલાઇ – નખત્રાણાની પરિણીતાનું અપહરણ કરી દુષ્કર્મ

7 જુલાઈ – નખત્રાણાની યુવતી સાથે દ્વારકા જતી બસમાં દુષ્કર્મ આચરાયું

13 જુલાઈ – આહવાના આંતરિયાળ ગામમાં દિવ્યાંગ યુવતી સાથે આધેડે દુષ્કર્મ આચર્યું

16 જુલાઈ – ચીખલી પંથકની સગીરા સાથે 6 દિવસ અલગ-અલગ જગ્યાએ યુવકે દુષ્કર્મ આચર્યું

26 જુલાઈ – રાજકોટના આટકોડમાં BCAની વિદ્યાર્થિની પર ભાજપના બે આગેવાને પ્રદેશ ઉપાધ્યક્ષની હોસ્પિટલ અને કન્યા છાત્રાલયમાં દુષ્કર્મ આચર્યું

28 જુલાઈ – પાલનપુરમાં પરિણીતાનું લગ્નજીવન તોડાવી ગાંધીનગરના શખ્સે દુષ્કર્મ આચર્યું

3 ઓગસ્ટ – ભાવનગરમાં કાપડનો વ્યવસાય કરતા મુસ્લિમ યુવકે હિન્દુ યુવતી ઉપર દુષ્કર્મ આચર્યું

7 ઓગસ્ટ – કરજણની મહિલા સાથે પ્રેમસંબંધ બાંધીને વડોદરાના તરસાલીના ઇસમે દુષ્કર્મ આચર્યું

8 ઓગસ્ટ – હિંમતનગરના તલોદમાં 14 વર્ષની સગીરા દીકરી ઉપર દુષ્કર્મ આચરનારા પિતા અને ભાઈની ધરપકડ

12 ઓગસ્ટ – પાલિતાણામાં સ્કૂલે જવા નિકળેલી સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું

13 ઓગસ્ટ – ગાંધીધામમાં ધાક ધમકી કરી 9 મહિના સુધી પરિણીતા પર દુષ્કર્મ

20 ઓગસ્ટ – ભુજમાં જામીનમાંથી નીકળી જવા ધમકી આપી મહિલા સાથે દુષ્કર્મ, ધર્મપરિવર્તન માટે દબાણ

29 ઓગસ્ટ – કાંકરેજ પંથકમાં મહિલાને દમકી આપી ચાર શખ્સે દુષ્કર્મ આચર્યું

6 સપ્ટેમ્બર – માધાપરની પરિણીતાના ફોટો વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ

14 સપ્ટેમ્બર – રાજકોટના અરબાજે જૂનાગઢની સગીરાને પ્રેમજાળમાં ફસાવી દેહવિક્રયનો ધંધો મંડાવ્યો

23 સપ્ટેમ્બર – લીમખેડામાં કારમાં દુષ્કર્મ માટે શારીરિક અડપલાં કરતાં બૂમાબૂમ કરતી 6 વર્ષીય છાત્રાનો શ્વાસ આચાર્યે જ રૂંધી નાખ્યો

24 સપ્ટેમ્બર – પાનેલીમાં 11 માસની દીકરીને વિશ્વાસથી રમાડવા આપી, પાડોશી યુવાને જ પીંખી નાખી

27 સપ્ટેમ્બર – મહેસાણામાં 15 વર્ષીય સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ કરી ગર્ભવતી બનાવી

29 સપ્ટેમ્બર – ધાંગધ્રામાં માતાની મરણોત્તર વિધિમાં આવેલા યુવકે 5 વર્ષની બાળા ઉપર દુષ્કર્મ આચર્યું

29 સપ્ટેમ્બર – મહેસાણામાં યુવકે સગીરાને ગેસ્ટ હાઉસમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું

29 સપ્ટેમ્બર -કેશોદ શહેરની ખુશ્બુ હોટલમાં છરીની અણીએ શખ્સે મહિલા પર દુષ્કર્મ આચર્યું

1 ઓક્ટોબર- આણંદમાં સોશિયલ મીડિયા પર મિત્ર બનેલા યુવકે સગીરાનું ધમકી આપી 4 વાર શોષણ કર્યું

4 ઓક્ટોબર – વાવ પંથકમાં માતાએ પૈસા કમાવવા દીકરીને દેહ વ્યાપારમાં ધકેલી દીધી

10 ઓક્ટોબર – વડોદરા સામૂહિક દુષ્કર્મ પછી સુરતમાં સામૂહિક દુષ્કર્મ, કચ્છમાં ગરબા રમીને આવતી યુવતી પર રેપ

16 ઓક્ટોબર – નવરાત્રીમાં સાતમાં નોરતે સગીરા સાથે દુષ્કર્મ

18 ઓક્ટોબર – ભુજમાં ઓનલાઇન ગેમિંગના માધ્યમથી ‘જીયાદે’ જીગર નામ અપનાવી ગોધરાની સગીરાને ફસાવ્યા બાદ આચર્યું દુષ્કર્મ

19 ઓક્ટોબર – સુરેન્દ્રનગરના થાનગઢમાં 17 વર્ષની કિશોરી ઉપર 8 રાક્ષસે સતત 7 મહિના સુધી દુષ્કર્મ કર્યું

19 ઓક્ટોબર – રાજકોટની મહિલા સાથે ગાંધીધામમાં રાશનકાર્ડનું કામ કરાવી દઇશ કહી બળાત્કાર ગુજાર્યોં

16 ડિસેમ્બર – ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલી શ્રમજીવી વસાહતમાં 10 વર્ષની બાળકી ઉપર બળાત્કારની ઘટના બની હતી.

Jay Sharma
Author: Jay Sharma

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમારો અભિપ્રાય

દિલ્હી વિધાનસભાની ચૂંટણી કઈ પાર્ટી જીતશે ?
  • Add your answer

Copyright 2024 | VadodaraNewsNetwork.com | All Rights Reserved