Vadodara News Network

કેવી છે સૈફ અલી ખાનની તબિયત, હોશ આવ્યો કે નહીં? ડોક્ટરે આપ્યું લેટેસ્ટ અપડેટ

Saif Ali Khan Attack : સૈફ અલી ખાનની હેલ્થ અપડેટને લઈ સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં સૈફ અલી ખાન હાલ ICUમાં છે અને તેની હાલત સ્થિર છે. નોંધનિય છે કે, ગઈકાલે એક અજાણ્યો વ્યક્તિ બાંદ્રા પશ્ચિમમાં સૈફના ઘરમાં ઘૂસી ગયો હતો અને તેના પર ચાકુ વડે હુમલો કર્યો હતો, જેના પછી તરત જ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. 24 કલાકથી વધુ સમય વીતી ગયો છે અને સૈફ હજુ પણ હોસ્પિટલમાં છે. તેની સર્જરી કરનાર ડોક્ટરોનું કહેવું છે કે, હવે તે સંપૂર્ણપણે ખતરાની બહાર છે અને ડોક્ટરોની દેખરેખમાં છે.

લીલાવતી હોસ્પિટલના સીઓઓ ડૉ. નીરજ ઉત્તમાણીએ જણાવ્યું હતું કે, સૈફ અલી ખાનને ગંભીર ઈજાઓ થઈ હતી, પરંતુ અમારી ટીમે તેની સફળતાપૂર્વક સારવાર કરી હતી. તેઓ હાલ આઈસીયુમાં છે અને તેમની તબિયતમાં સતત સુધારો થઈ રહ્યો છે. અમને આશા છે કે, એક-બે દિવસમાં તેને જનરલ વોર્ડમાં શિફ્ટ કરી દેવામાં આવશે. એક મીડિયા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, સર્જરી બાદ સૈફ અલી ખાનને ફરી હોશમાં આવ્યો નથી. તે ડોક્ટરોની કડક દેખરેખ હેઠળ છે. માત્ર નજીકના મિત્રો અને પરિવારના સભ્યોને જ તેને મળવાની મંજૂરી છે.

સૈફ અલી ખાનને ક્યાં ઈજા થઈ?

ડૉક્ટર નીરજ ઉત્તમાણીએ જણાવ્યું છે કે, સૈફને છ જગ્યાએ ઈજા થઈ છે. જેમાંથી બે ઈજાઓ નાની છે, બે ઉંડી છે અને બે ખૂબ ઊંડી છે. કરોડરજ્જુ પાસે, પીઠ પર ઈજા હતી. ડૉ. નીરજ ઉત્તમાણીએ જણાવ્યું હતું કે, સૈફને છરીના હુમલાને કારણે કરોડરજ્જુ પાસે ગંભીર ઈજાઓ થઈ હતી. ત્યાં છરીનો ટુકડો અટવાયેલો હતો. ટુકડાને દૂર કરવા અને લીક થતા કરોડરજ્જુના પ્રવાહીને સુધારવા માટે સર્જરી કરવામાં આવી હતી. વધુમાં તેના ડાબા હાથે અને તેની ગરદનની જમણી બાજુએ બે ઊંડા ઘા હતા, જે પ્લાસ્ટિક સર્જરીથી રિપેર કરવામાં આવ્યા છે. હવે અભિનેતાની હાલત સ્થિર છે અને તે ખતરાની બહાર છે.

Jay Sharma
Author: Jay Sharma

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમારો અભિપ્રાય

બિહાર વિધાનસભાની ચૂંટણી કઈ પાર્ટી જીતશે ?
  • Add your answer

Copyright 2024 | VadodaraNewsNetwork.com | All Rights Reserved