
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે(11 મે) વડોદરા ખાતે સરદારધામ 3ના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ તેઓના ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. અંદાજે દોઢ કિમીના આ રોડ શોમાં વડાપ્રધાનનું ભવ્ય અભિવાદન કરવામાં આવશે. પશ્ચિમ બંગાળની જીત બાદ તેઓ ગુજરાત આવી રહ્યા છે ત્યારે અભિવાદનની થીમ પણ બંગાળ પર આધારિત હશે. આ સાથે રોડ શોના રૂટ પર વિવિધ પોસ્ટર બેનર સાથે અદભૂત લાઇટિંગ કરવામાં આવ્યું છે. સાથે રોડની બંને બાજુ થ્રી લેયરમાં બેરિકેટિંગ જોવા મળી રહ્યું છે.

PM મોદી અને સરદાર પટેલની લાઇટિંગ આધારિત પ્રતિકૃતિ આકર્ષણનું કેન્દ્ર રોડ શો સાંજના સમયે હોવાથી રૂટ પર અદભૂત થીમ બેઝ લાઇટિંગ અને શણગાર કરવામાં આવ્યો છે. જેમાં ઠેર ઠેર પોસ્ટર બેનર્સ, વીજ પોલ પર લાઇટિંગ, LED સ્ક્રીન્સ, થીમ બેઝ લાઇટિંગ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સરદાર વલ્લભભાઇ પટેલની લાઇટિંગ આધારિત પ્રતિકૃતિ સહિતના આકર્ષણો જોવા મળી રહ્યા છે. સંસ્કારી નગરી વડોદરા જ્યારે વડાપ્રધાનને આવકારવા થનગની રહ્યું છે ત્યારે વહીવટી તંત્ર કોઈ પણ પ્રકારની કમી ન રહે તે પ્રકારની વ્યવસ્થામાં વ્યસ્ત છે.

સરદારધામમાં વિશાળ ડોમ, મોદી માટે મધ્ય ડોમમાં વિશાળ સ્ટેજ તૈયાર જ્યાં વડાપ્રધાન સભાને સંબોધવાના છે ત્યાં તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. નેશનલ હાઇવેથી અંદર જતા આસપાસના વિસ્તારને ગ્રીન નેટથી ઢાળવામાં આવ્યો છે. સાથે રૂટ કાર દર સો મીટરે એક પોસ્ટર જોવા મળી રહ્યું છે. સભા સ્થળે ડોમમાં ત્રણ ભાગમાં તૈયાર કરવામાં આવ્યો છે. ડોમમાં ગરમી વચ્ચે કુલર, સ્પ્રિંકલર અને પંખાની વ્યવસ્થા કરવામાં આવી છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે મધ્ય ડોમમાં વિશાળ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે. લોકો બેસી શકે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે પછાડ સીધી લોકો વડાપ્રધાનના સંબોધનને જોઈ અને સાંભળી શકે તે માટે LED સ્ક્રીન લગાવવામાં આવી છે.

સભા બાદ પીએમ મોદીનો એરપોર્ટ સુધી રોડ શો આ સાથે જ્યારે આ સભા પૂર્ણ થાય તે બાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગદા સર્કલથી એરપોર્ટ સુધી રોડ શો કરશે ત્યારે તેઓના સ્વાગત માટે રોડની બંને બાજુ બેરિકેટિંગ કરવામાં આવ્યું છે. ત્યાં હજારોની સંખ્યામાં લોકો વડાપ્રધાનનું અભિવાદન જીલશે. સાથે સાથે તમામ રૂટ પર સુરક્ષા બંદોબસ્ત અને વહીવટી તંત્ર આખરી ઓપ આપવા માટે કામે લાગેલ જોવા મળી રહ્યું છે.

સમગ્ર રૂટ ઉપર રાષ્ટ્રધ્વજ, રોડની બંને બાજુ બેરીકેડિંગ કરી દેવામાં આવ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભામાં સંબોધન બાદ પરત એરપોર્ટ આવતા ગોલ્ડન ચોકડીથી ગદા સર્કલ પહોચી એરપોર્ટ સુધી રોડ શો કરી લોકોનું અભિવાદન ઝીલશે. ત્યારે આ સમગ્ર રૂટ ઉપર રાષ્ટ્રધ્વજ લગાવવા આવ્યા છે. આ ઉપરાંત રોડની બંને બાજુ બેરીકેડિંગ કરી દેવામાં આવ્યા છે. જેમાં લોકો ઊભા રહીને વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરશે અને તેઓને પશ્ચિમ બંગાળની જીત બદલ અભિનંદન પાઠવશે. આ ઉપરાંત ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ભાજપનો ભવ્ય વિજય થયો છે ત્યારે વડાપ્રધાન પણ તમામ મતદારોનો આભાર વ્યક્ત કરશે.
સુરક્ષા વ્યવસ્થામાં 1500થી વધુ જવાનો તૈનાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈ બંદોબસ્તમાં વડોદરા શહેર પોલીસના તમામ વિભાગોને જોતરી દેવામાં આવ્યા છે. જેમાં ઉચ્ચ અધિકારીઓ સહિત કુલ 1600થી વધુ જવાનો તૈનાત રહેશે. જેમાં 1 જેસીપી, 1 એડી.સીપી, 10 ડીસીપી, 15 એસીપી, 24 પીઆઈ અને 81 પીએસઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ બંદોબસ્તનું નેતૃત્વ કરશે. સાથે 965 એએસઆઈ/એચસી/પીસી અને 317 ટ્રાફિક પોલીસના જવાનો રસ્તાઓ પર તૈનાત રહેશે. આ સાથે સુરક્ષામાં ચેતક કમાન્ડોની 2 ટીમ, એસઆરપીએફની 2 કંપની અને 500 હોમગાર્ડના જવાનોને સામેલ કરાયા છે.
































