Vadodara News Network

HDFC બેંકના ત્રિમાસિક પરિણામોના પગલે શેરબજારમાં તેજી, સેન્સેક્સમાં 566 પોઈન્ટનો ઉછાળો

ભારતીય શેર બજાર કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે લીલા નિશાન પર બંધ થયુ છે. એચડીએફસી બેંકના ત્રિમાસિક પરિણામો પછી શેરબજારમાં તીવ્ર ઉછાળો આવ્યો છે, સેન્સેક્સ 566 પોઈન્ટ વધ્યો જ્યારે નિફ્ટી 23,155 પર બંધ થયો છે.

આજના ટ્રેડિંગ દરમિયાન નિફ્ટીમાં ટોચના ગેઇનર્સની યાદીમાં ઇન્ફોસિસ, ટીસીએસ, વિપ્રો, ટેક મહિન્દ્રા, સન ફાર્માના શેરનો સમાવેશ થયો હતો. જ્યારે ભારત ઇલેક્ટ્રોનિક્સ, ટાટા મોટર્સ, ટ્રેન્ટ, અદાણી એન્ટરપ્રાઇઝ, એસબીઆઈના શેર ટોચના ઘટાડાવાળા શેરોની યાદીમાં સામેલ હતા.

આજે આઇટી સિવાય અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો લાલ નિશાનમાં ટ્રેડ થયા હતા. રિયલ્ટી ઇન્ડેક્સમાં 4 ટકાનો ઘટાડો થયો છે. બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો 2 ટકાથી વધુ ઘટ્યા જ્યારે નિફ્ટી મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો 1.5 ટકા ઘટ્યા છે. પાછલા સત્રના ઘટાડા બાદ સૂચકાંકો સાત મહિનાના નીચલા સ્તરે પહોંચ્યા બાદ રોકાણકારો સાવધાનીપૂર્વક પાછા ફર્યા હોવાથી આજે સેન્સેક્સ અને નિફ્ટીમાં વધારો થયો હતો.

બુધવારે ભારતીય રૂપિયો 25 પૈસા વધીને 86.33 પ્રતિ ડોલર પર બંધ થયો હતો, જ્યારે મંગળવારે તે 86.58 પ્રતિ ડોલર પર બંધ થયો હતો.

Jay Sharma
Author: Jay Sharma

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમારો અભિપ્રાય

બિહાર વિધાનસભાની ચૂંટણી કઈ પાર્ટી જીતશે ?
  • Add your answer

Copyright 2024 | VadodaraNewsNetwork.com | All Rights Reserved