Vadodara News Network

વિરાટે કહ્યું- હું ટેસ્ટમાંથી નિવૃત્તિ લેવા માગું છું:BCCIએ કહ્યું, તમે હજુ એકવાર વિચારો; રોહિત-વિરાટે 10 મહિના પહેલાં T-20માંથી સાથે નિવૃત્તિ લીધી હતી

વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો
છે. તેમણે આ માહિતી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ને આપી છે. જોકે, બીસીસીઆઈએ તેમને પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરવા કહ્યું છે. ગુરુવારે રોહિત શર્માએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.

બોર્ડર-ગાવસ્કર શ્રેણીમાં 25થી ઓછા સરેરાશથી રન બનાવ્યા બોર્ડર-ગાવસ્કર શ્રેણીમાં વિરાટનું પ્રદર્શન સારું નહોતું. આ શ્રેણીમાં તેણે ૨૩.૭૫ ની સરેરાશથી રન બનાવ્યા. 8 માંથી 7 વખત તે ઓફ સ્ટમ્પની બહાર બોલ પર આઉટ થયો હતો. BGT માં, કોહલીએ 9 ઇનિંગ્સમાં 190 રન બનાવ્યા જેમાં એક અણનમ સદીનો સમાવેશ થાય છે. છેલ્લા 5 વર્ષમાં, તેણે 37 ટેસ્ટમાં ફક્ત 3 સદી ફટકારી છે અને તેની સરેરાશ 35 થી ઓછી હતી. અગાઉ, કોહલીએ T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી, પરંતુ તે IPL 2025 માં જબરદસ્ત ફોર્મમાં રહ્યો. તેણે અત્યાર સુધીમાં 11 મેચમાં 505 રન બનાવ્યા છે.

16 વર્ષ, 9 મહિના અને 5 દિવસ પછી, ભારતે T20 વર્લ્ડ કપ જીતવાની રાહનો અંત આણ્યો. ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડ સામે કેપ્ટન રોહિત શર્માની આક્રમક ફિફ્ટી અને વિરાટ કોહલીના પ્લેયર ઓફ ધ ફાઈનલ પર્ફોર્મન્સના કારણે આ શક્ય બન્યું હતું.

રોહિત-વિરાટની સાથે સાથે ટીમના અન્ય ખેલાડીઓનું પણ પર્ફોર્મન્સ મહત્વનું હતું, પરંતુ ભારતીય ક્રિકેટના આ બે દિગ્ગજ ખેલાડીઓએ ભારતની વર્લ્ડ કપની ભૂખ પૂરી થતા જ T20માંથી નિવૃત્તિ લઈ લીધી. તેથી, ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં તેમની મહાન સફરને જાણવી મહત્વપૂર્ણ બની ગઈ છે.

Aniket Shah
Author: Aniket Shah

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

પ્લેન ક્રેશના મૃતકોને શ્રદ્ધાંજલિ:અમદાવાદ વિમાની દુર્ઘટનાનો ભોગ બનેલ આત્માઓની શાંતિ અર્થે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં સંતો અને વિદ્યાર્થીઓની ભગવાન સ્વામી નારાયણને પ્રાર્થના કરી

તમારો અભિપ્રાય

બિહાર વિધાનસભાની ચૂંટણી કઈ પાર્ટી જીતશે ?
  • Add your answer

Copyright 2024 | VadodaraNewsNetwork.com | All Rights Reserved