આગામી 16 ફેબ્રુઆરી 2025ના રોજ યોજાનાર GPSCની પરીક્ષાને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આગામી 16 ફેબ્રુઆરી 2025ના રોજ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાનાર છે. જેને લઈ હવે GPSCના અધ્યક્ષ હસમુખ પટેલે એક મોટી જાહેરાત કરી છે. વિગતો મુજબ હસમુખ પટેલે ટ્વિટ કરીને કહ્યું છે કે, 16 ફેબ્રુઆરીએ GPSC દ્વારા પરીક્ષાનુ કોઈ આયોજન નહિ થાય. 16 મી ફેબ્રુઆરીએ પંચાયત નું મતદાન હોય તે દિવસની પરીક્ષા માટે નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
જાણો ક્યારે યોજાશે ચૂંટણી ?
રાજ્ય ચૂંટણી કમિશ્નરના જણાવ્યા મુજબ નગરપાલિકાઓનું તારીખ 16 ફેબ્રુઆરી મતદાન યોજાશે. જેનું પરિણામ 18 ફેબ્રુઆરીના રોજ જાહેર કરવામાં આવશે. તેઓના વધુમાં જણાવ્યા મુજબ ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ 1 ફેબ્રુઆરી છે. રાજ્ય ચૂંટણી કમિશ્નરે હાલ ફક્ત જૂનાગઢની મહાનગરપાલિકા અને 66 નગરપાલિકાઓની ચૂંટણી જાહેર કરી છે. કમિશ્નરના જણાવ્યા મુજબ 4 હજાર ગ્રામપંચાયતોની ચૂંટણી બાદમાં જાહેર કરવામાં આવશે.
