GPSCની ક્લાસ-1 અને ક્લાસ-2, કોર્પોરેશનની ક્લાસ-3 સહિતની વિવિધ પ્રિલિમ પરીક્ષાઓનો અભ્યાસક્રમ હવે એક કરી દેવામાં આવ્યો છે. જેને સામાન્ય અભ્યાસ નામ આપવામાં આવ્યું છે.
આ નિર્ણયને પગલે હવે જુદી-જુદી પરીક્ષાઓ આપતા ઉમેદવારોએ દર વખતે જુદી-જુદી તૈયારીઓ કરવાની રહેશે નહીં અને એક જ અભ્યાસક્રમ હોવાથી ઉમેદવારો અગાઉથી તૈયારી કરી શકશે. એક પરીક્ષા વખતે કરેલી તૈયારી બીજી પરીક્ષામાં પણ ઉપયોગી સાબિત થશે. જાહેરાત પ્રસિદ્ધ થયા બાદ અભ્યાસક્રમ જાહેર થાય ત્યાં સુધી ઉમેદવારોએ અભ્યાસક્રમની રાહ ન જોવી પડે તે હેતુથી આ ફેરફાર કરવામાં આવ્યો છે.
